સુરતઃ દાદરા નગર હવેલીના દાદરા ગામે શનિવારે નાઇટ્રોજન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં ગોડાઉનના માલિક અને તેમના ભત્રીજા સાથે 4 લોકો મોતને ભેટ્યા હતા.
દુર્ઘટનામાં ઘવાયેલા અન્ય 4 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દુર્ઘટનાના પગલે કલેક્ટર પ્રિયાંક કિશોર પોલીસ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બ્લાસ્ટમાં 8 લોકો ગંભીર રીતે ઘવાતાં 4નું મોત થયું હતું, જ્યારે 4 લોકો અતિગંભીર હાલતમાં સેલવાસ નમો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

