ભુજ: કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
સિંધુ ખીણ સંસ્કૃતિ ના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ધોળાવીરાની જળસંરચનાઓ દર્શાવતો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઐતિહાસિક સ્થળની પ્રશંસા કરી હતી. સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ધોળાવીરામાં એવી ચેનલો અને નાળીઓ બનાવવામાં આવી હતી કે જેથી વધારે પડતો વરસાદી પાણી રોકાઈ ન જાય અને યોગ્ય રીતે બહાર નીકળી જાય. આ રચના કારેઝ જેવી પ્રાચીન જળવ્યવસ્થાની જેમ છે.

