બનાસકાંઠામાં રૂ. 160.65 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

વાવઃ બનાસકાંઠા જિલ્લામાં રૂ. 160.65 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યો જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતે નવી કલેક્ટર કચેરી ‘ગ્રીન બિલ્ડિંગ’ના ધોરણે વિકસાવાઈ રહી છે. આ બિલ્ડિંગમાં પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ જેવી કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ થાય તેવી ડિઝાઇન અને તાપમાન નિયંત્રણ માટે આધુનિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આનાથી વર્ષના મોટાભાગના સમયગાળા દરમિયાન બિલ્ડિંગમાં ઠંડક જળવાઈ રહેશે.
વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રવીણ માળીએ બનાસકાંઠામાં રૂ. 53.96 કરોડના ખર્ચે બનેલા કાણોદર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું. આ સિવાય રૂ. 59.17 કરોડના ખર્ચે બનનારી કલેક્ટર કચેરી, રૂ. 6.33 કરોડના ખર્ચે દાંતીવાડા ડેમ પ્રોજેક્ટના રિસરફેસિંગના કામ, દાંતામાં રૂ. 18 કરોડના ખર્ચે માર્ગ સુધારણાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ સિવાય રૂ. 3.10 કરોડના ખર્ચે બનનારા પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાં નવા રસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.


comments powered by Disqus