ગુજરાતમાં ભાજપનો 47મો સ્થાપના દિન ઊજવાયો

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

ભાજપનો 47મા સ્થાપનાદિન ધામધૂમથી ઊજવાયો. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના કમલમ કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી થઈ રહી છે, ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરો તેની તૈયારીમાં લાગી ચૂક્યા છે. ભાજપના નેતાઓએ પક્ષની વર્ષગાંઠની ઉજવણીમાં ભારતમાતા, પક્ષના સંસ્થાપકો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી નેતાઓએ કાર્યકરોને ચૂંટણી પહેલા પારો ચડે તેવાં વક્તવ્યો આપ્યાં હતાં.


comments powered by Disqus