સુરત ડાયમંડ બુર્સથી એક વર્ષમાં રૂ. 12 હજાર કરોડની આયાત-નિકાસ

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

સુરતઃ ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસની શરૂઆત ઓગસ્ટ 2024થી થઈ હતી. જેમાંથી પ્રથમ ઇમ્પોર્ટનું પાર્સલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટનું અને પ્રથમ એક્સપોર્ટનું પાર્સલ ધર્મનંદન ડાયમંડનું ક્લિયર થયું હતું. કસ્ટમ હાઉસ શરૂ થયા બાદ હવે બુર્સ ટ્રેડિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિતેલા નાણાકીય વર્ષ દરમિયાન 4,160 પાર્સલમાં રૂ. 41,515 કરોડની કિંમતના કુલ 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરાયા હતા, જ્યારે 928 પાર્સલમાં રૂ. 1.121 કરોડની કિંમતના 17.30 લાખ કેરેટ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન) એક્સપોર્ટ કરાયા હતા. આમ કુલ 5,088 પાર્સલમાં રૂ. 42,636 કરોડના ડાયમંડ ઇમ્પોર્ટ- એક્સપોર્ટ થયા હતા.


comments powered by Disqus