117 પ્રતિષ્ઠિત લોકો દ્વારા નરેન્દ્ર મોદી-શાહબાઝને પત્ર

Wednesday 08th July 2026 06:50 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા માટે બંને દેશોની 117 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાન પીએમ શાહબાઝ શરીફને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંઘર્ષ નહીં, વાતચીતનો માર્ગ પસંદ કરો, જેથી દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બની શકે.
આ 117 હસ્તીઓમાં પૂર્વ અધિકારીઓ, સામાજિક અને રાજકીય હસ્તીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરજેડી સાંસદ મનોજ ઝા સહિત 61 લોકો અને પાકિસ્તાન તરફથી પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહેમૂદ કસૂરી સહિત 56 લોકોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ એવા સમયે કરાઈ છે જ્યારે તાજેતરના મહિનાઓમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે.


comments powered by Disqus