ઈસ્ટ આફ્રિકન એશિયન્સ યોજશે ત્રીજો કોમ્યુનિટી એન્ડ બિઝનેસ ઈવેન્ટ

Tuesday 07th July 2026 09:24 EDT
 
 

લંડનઃ ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) દ્વારા કોમ્યુનિટી અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવવા સોમવાર, 13 જુલાઈ 2026ના રોજ ત્રીજો મોટો ઈવેન્ટ સ્કાયલાઈન, ટાવર સ્યુટ્સ ખાતે યોજવામાં આવનાર છે. અગાઉના બે ઈવેન્ટ્સને ભારે પ્રતિભાવ સાંપડવા સાથે આ વર્ષનો ઈવેન્ટ મોટી સંખ્યામાં વ્યક્તિઓ, પ્રોફેશનલ્સ અને બિઝનેસીસને આકર્ષશે તેવી ધારણા છે.
રજિસ્ટ્રેશનનો આરંભ 4.00pm થી થશે અને 4.45pm સુધી ચાલશે. ઉપસ્થિત લોકો 5.00pm થી 6.00pm સુધીના ગાળામાં ઈન્ટરએક્ટિવ સેમિનાર અને પેનલચર્ચામાં હાજરી આપશે જેનું સંચાલન પાર્લામેન્ટના પૂર્વ સભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શૈલેષભાઈ વારા દ્વારા કરાશે. પેનલચર્ચામાં વિલ્સ, લાસ્ટિંગ પાવર્સ ઓફ એટર્ની, પ્રોબેટ, ઈન્હેરિટન્સ ટેક્સ પ્લાનિંગ, વેલ્થ મેનેજમેન્ટ, ટ્રસ્ટ્સ, પેન્શન્સ અને ટેક્સેશન વિષયોના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવનાર છે.
આ ચર્ચાથી ભવિષ્ય માટે આયોજન કરનારા વ્યક્તિઓ, પરિવારો અને બિઝનેસીસને સુસંગત બાબતોનું નિરાકરણ મળી શકશે. આ ઈવેન્ટમાં કોમ્યુનિટી તેમજ અન્યત્રના વિશિષ્ટ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, પ્રોફેશનલ્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને બિઝનેસ લીડર્સ સહિત 200થી વધુ મહેમાનો ભાગ લેશે તેવી ધારણા છે.
ઈવેન્ટમાં 6.30pmથી ફાયરસાઈડ ચેટ (Fireside Chat) નો આરંભ થશે જેમાં ઈસ્ટ આફ્રિકન એશિયન એન્ટ્રેપ્રીન્યોર્સ વિશિષ્ટ વ્યક્તિત્વ અને વેમેઈડ ફાર્માસ્યુટિક્લ ગ્રૂપના ડો. વિજયભાઈ પટેલ તેમજ ઈસ્ટ આફ્રિકન એશિયન કોમ્યુનિટીમાં હોસ્પિટાલિટી સેક્ટરના આદરપાત્ર નેતા અને ઈન્ટિગ્રિટી
ગ્રૂપ ઈન્ટરનેશનલના ટોની મથારુ વચ્ચે વાતચીત થશે.
ફાયરસાઈડ ચેટ પછી હળવાં સંગીત, સંબોધનો તેમજ EAAની કામગીરીને સપોર્ટ કરનારા લોકોના માનમાં રજૂઆતો સાથે નેટવર્કિંગ રિસેપ્શન શરૂ કરાશે. આ સાંજની વિશેષતા એ રહેશે કે અહીં લિમિટેડ એડિશનનું પબ્લિકેશન શાંતિ (પીસ)- નાઉ એન્ડ આફ્ટરનું લોન્ચિંગ કરવામાં આવશે. સમગ્ર સાંજ દરમિયાન રીફ્રેશમેન્ટ્સ, હળવો નાસ્તો, સ્વાદિષ્ટ કેનાપીઝ અને ડ્રિન્ક્સ પીરસવામાં આવશે.
આ ઈવેન્ટના હેડલાઈન સ્પોન્સર ઈસ્ટ આફ્રિકન એશિયન મૂળના પારિવારિક માલિકીના બિઝનેસ સાન્ડેઆ હોલસેલ છે. આ ઉપરાંત, જેમની ઉદારતા વિના આ પ્રસંગ શક્ય બન્યો ન હોત તેવા સ્પોન્સર્સ અને પાર્ટનર્સના વિશાળ નેટવર્કનો પણ સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે. અગાઉના ઈવેન્ટ્સમાં ભારે માગ અને સેલ-આઉટ હાજરીને ધ્યાનમાં રાખતા વેળાસર બુકિંગ કરાવી લેવું હિતાવહ છે. કોમ્યુનિટીના સભ્યો, અને બિઝનેસ પ્રોફેશનલ્સને અરસપરસ મુલાકાત, શીખવા અને ઉજવણી કરવાની આ તક ગુમાવવા જેવી નથી.
આ ઈવેન્ટને એશિયન વોઈસ, તથા ઝી ટીવી પર આઉટ એન્ડ અબાઉટ સહિત એશિયન મીડિયા આઉટલેટ્સ દ્વારા કવરેજ કરવામાં આવનાર છે.
બુકિંગ્સ અને વધુ માહિતી માટે હર્ષદભાઈ કોઠારીનો 07956 334162 પર સંપર્ક કરી શકાશે અથવા ઓનલાઈન બુકિંગ event.eastafricanasians.com પર કરી શકાશે.


comments powered by Disqus