ભારત-ઈઝરાયલ દ્વિપક્ષીય રોકાણ કરાર અમલી

Wednesday 08th July 2026 06:50 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત-ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય કરાર બંને દેશોમાં સુરક્ષિત અને ભાંખી શકાય તેવું રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરશે. આ કરાર શનિવારથી અમલમાં આવ્યો હોવાનું નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ કરારના લીધે બંને દેશો એકબીજાના રોકાણનું સંરક્ષણ કરી શકશે, જેથી બંને દેશોના પારસ્પરિક રોકાણમાં વધારો થશે તેમ માનવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને દેશોની સરકારો વચ્ચેના આ કરાર શનિવારે 4 જુલાઈથી અમલમાં આવ્યા છે. બંને દેશ વચ્ચે ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે આ કરાર થયો હતો.
આ કરાર હેઠળ ભારત ઇઝરાયલના રોકાણકારો માટે ત્રણ વર્ષના સમયગાળા માટે કોઈપણ વિવાદ સ્થાનિક સ્તરે ઉકેલવાની તક પૂરી પાડશે. તેના પછી તેને આંતરરાષ્ટ્રીય લવાદમાં લઈ જવાશે. સામાન્ય રીતે ભારત આના માટે 5 વર્ષનો સમયગાળો રાખતું હોય છે. આ કરારના લીધે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રોકાણનો માર્ગ ખૂલ્યો છે. એપ્રિલ 2000થી માર્ચ 2026 વચ્ચે ભારતને ઇઝરાયલથી 37.35 કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ મળ્યું છે. સીધી રીતે જોઈએ તો આ કરારથી ભારત અને ઇઝરાયલ બંનેને ફાયદો છે.


comments powered by Disqus