અમદાવાદઃ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે કાયદા મુજબ ધાર્મિક વિધિ અને રિવાજો, જેમાં સપ્તપદી (સાત ફેરા) જેવી વિધિનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરવામાં આવી હોય. હાઇકોર્ટની જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, માત્ર લગ્નના રજિસ્ટ્રેશનથી લગ્ન કાયદેસર નથી બનતા. જરૂરી વિધિ જ ન કરાઈ હોય તો સર્ટિફિકેટને માન્યતા મળતી નથી. માત્ર રજિસ્ટ્રેશનથી હિન્દુ લગ્ન કાયદેસર બનતાં નથી.
