કચ્છના ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં 27 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક રવીન્દ્રભાઈ પટેલની બદલી થતાં ગ્રામજનોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. રવીન્દ્રભાઈ પટેલે કરમરિયા ગામમાં વિતાવેલાં 27 વર્ષ દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોના ચરિત્ર નિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ગ્રામજનોએ રવીન્દ્રભાઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં લોકફાળો એકત્ર કરી રૂ. 5 લાખના સોનાના દાગીના સ્મૃતિભેટ આપ્યા હતા.

