ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત ગંભીર હાલતમાં આવેલા 36 વર્ષીય યુવકનું જટિલ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું છે. ગાંધીનગરમાં રહેતા અને ત્રણ દીકરીના પિતા આ યુવકે પુત્રપ્રાપ્તિની ઘેલછામાં એક ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાના કહેવાથી યુવક ધાણા અને રૂ. 100ની ચલણી નોટ ગળી ગયો હતો.
પુત્રપ્રાપ્તિની ઘેલછામાં ભુવાના કહેવાથી યુવક ધાણા અને 100 રૂપિયાની ચલણી નોટ ગળી ગયો હતો. જે બાદ તેને પેટમાંથી બહાર કાઢવા યુવકે ખેતરમાં જઈને ચાકુ કે દાંતરડા વડે પોતાનું જ અડધું પેટ ફાડી નાખ્યું હતું. જો કે પેટ ફાડવા છતાં તેને નોટ ન મળી અને તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈને પડી ગયો હતો. આ જોઈને પરિવારજનો તેને તાત્કાલિક અત્યંત ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ઝડપી સારવારને કારણે યુવકનો જીવ બચી ગયો હતો.
