કચ્છના હાથસાળ-હસ્તકલાના 7 કારીગરને એવોર્ડ

Wednesday 09th September 2026 06:05 EDT
 
 

અમદાવાદ: ગુજરાત સરકારની કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ રાજ્યના હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રના કારીગરોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2025 માટેના એવોર્ડની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કલાત્મક કામગીરી કરનારા 15 કારીગરોની પસંદગી કરાઈ છે, જેમાં 11 રાજ્યકક્ષાના અને 4 કારીગરોને ઝોન વાઇઝ એવોર્ડથી સન્માનિત કરાશે.
રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી પામેલા કારીગરો પૈકી ટેક્સટાઇલ ક્ષેત્રે હાથવણાટ ક્રાફટના સ્ટોલ નમૂના માટે કચ્છના સુનીલ દિનેશ મંગરિયાને પ્રથમ પારિતોષિક અને કચ્છી એમ્બ્રોઇડરી ક્રાફટના વોલપીસ માટે કચ્છના પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક અપાશે, તેમજ મડ મિરરવર્ક ક્રાફટના ‘સર્જન ધ ક્રિએશન’ નમૂના માટે કચ્છનાં પૂજા નવીનભાઈ ચૌહાણને પ્રથમ પારિતોષિક, મહિલા કેટેગરીમાં મશરૂ વણાટ ક્રાફટના સ્ટોલ માટે કચ્છનાં પૂજા શંકર ધોરિયા તથા યુવા કારીગર કેટેગરીમાં લુડિયા વૂડ કાર્વિંગ ક્રાફટના ‘હાથકોતરણી ઝરૂખો’ નમૂના માટે કચ્છના વિજય જેમલ મારવાડા તેમજ લુપ્ત થતી કલા કેટેગરીમાં ટાંગલિયા ક્રાફટની ‘કચ્છી ટાંગલિયા શાલ’ માટે કચ્છના જિતેન્દ્ર મગનભાઈ ધેયડાની એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. વર્ષ 2025 માટે હાથસાળ-હસ્તકલા ક્ષેત્રે રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઝોનવાઇઝ 4 કેટેગરીમાં પ્રથમ પારિતોષિક માટે કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં રોગાન આર્ટ ક્રાફટના ‘ટ્રી ઓફ લાઇફ’ નમૂના માટે અબ્દુલહમીદ આરબ ખત્રીની પસંદગી કરાઈ છે.


comments powered by Disqus