શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની સંખ્યા ઘટી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધમપુર અને કઠુઆ જિલ્લાના કેટલાક ભાગોમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિરોધી જવાબદારીઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને આપવામાં આવી શકે છે. અત્યારે આ જવાબદારી સેના નિભાવે છે. શરૂઆતમાં 21 અતિ સંવેદનશીલ જગ્યા પર સીઆરપીએફની તહેનાતી કરાશે. સૂત્રોએ જણાવ્યું કે, સીઆરપીએફને નિર્દેશ આપી દેવાયા છે. આ યોજનામાં સીઆરપીએફના વિશેષ ‘કોબ્રા’ એકમની નવ ટીમ પણ સામેલ છે, જ્યારે અન્ય 9 ટીમ તાલીમથી પસાર થશે. ઓપરેશનમાં આનો ઉપયોગ જરૂરિયાતના આધારે કરાશે.
