જૂનાગઢની 14 વર્ષીય જેન્સીએ J200 અસ્તાના ટેનિસ ટાઈટલ જીત્યું

Wednesday 09th September 2026 06:06 EDT
 
 

જૂનાગઢઃ ગુજરાતના જૂનાગઢની 14 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી જેન્સી કનાબારે કઝાકિસ્તાનમાં રમાયેલી J200 અસ્તાના ટૂર્નામેન્ટમાં ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં 2 કલાક અને 59 મિનિટ ચાલેલા રોમાંચક મુકાબલા બાદ જેન્સીએ આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ તેના કરિયરનું ત્રીજું અને વર્ષ 2026નું પ્રથમ ટાઇટલ છે. સાથે જ J200 લેવલ પર આ તેનું પ્રથમ ટાઇટલ છે.
ફાઇનલમાં 102મી રેન્કિંગ ધરાવતી જેન્સીએ જાપાનની નાત્સુકી ઇરોકાવાને 6-2, 3-6, 6-2 થી માત આપી હતી. આ સાથે તેણીએ આગામી સિઝનના તમામ 4 જુનિયર ગ્રાન્ડ સ્લેમના મેઇન ડ્રોમાં સ્થાન પાક્કું કરી લીધું છે.


comments powered by Disqus