પાટણના અનાવાડામાં કેદારનાથ જેવું જ ભવ્ય મંદિર બનશે

Wednesday 09th September 2026 06:05 EDT
 
 

પાટણઃ તાલુકાના અનાવાડા ખાતે આવેલી શ્રી હરિઓમ ગૌશાળામાં ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. શ્રી કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન ઘાટમાં આ મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે. મંદિરના નિર્માણ માટે જન્માષ્ટમીએ 4 સપ્ટેમ્બરે સવારે ભૂમિપૂજન કરાયું હતું. શ્રી હરિઓમ ગૌશાળા સંકુલમાં આગામી સમયમાં શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ કરાશે. ચારધામ પૈકી એક પવિત્ર તીર્થધામ કેદારનાથની પ્રતિકૃતિ કરાવે તેવા ઘાટમાં મંદિરનું નિર્માણ કરવાની યોજના છે. મંદિર તૈયાર થયા બાદ પાટણ ઉપરાંત ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોના ધર્મપ્રેમી લોકોને કેદારનાથ ધામની યાત્રા જેવી આધ્યાત્મિક અનુભૂતિ થાય તેવી અપેક્ષા છે.


comments powered by Disqus