પીએમ મોદીની 25 વર્ષની વહીવટી સફર: 17મીથી ‘સેવા સંકલ્પ અભિયાન’

Wednesday 09th September 2026 07:24 EDT
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના કાર્યકાળ નિમિત્તે ભાજપ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આ અભિયાન બૂથસ્તરથી લઈ જિલ્લાસ્તર સુધી યોજાશે. રાજ્ય ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સભ્ય શમિક ભટ્ટાચાર્યએ સોમવારે સોલ્ટ લેક સ્થિત રાજ્ય ભાજપ કાર્યાલયમાં પત્રકારોને અભિયાનની રૂપરેખા આપતાં કહ્યું કે, 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની વહીવટી કારકિર્દી શરૂ કર્યાનાં 25 વર્ષ પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન લોકશાહી પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય વહીવટમાં સતત ટોચના હોદ્દા પર રહેવું એ ભારતીય રાજકારણમાં એક અસાધારણ સિદ્ધિ છે.


comments powered by Disqus