પોરબંદરનો સાતમ-આઠમનો મેળો જનમેદનીથી છલોછલ

Wednesday 09th September 2026 06:06 EDT
 
 

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાના મેદાનમાં પગ મૂકતાં જ ઉત્સવનો અનેરો થનગનાટ અનુભવાઈ રહ્યો હતો. ચોમેરથી આવતો રાઇડ્સનો શોર, રોશનીની ઝગમગાટ અને લોકોના કિલકિલાટ વચ્ચે સુદામાપુરીમાં જન્માષ્ટમીનો મેળો પૂર્ણ બહારે ખીલ્યો હતો. શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે આબાલવૃદ્ધ સૌ કોઈ મોજમાં લીન હતાં. બાળકો રમકડાંની ખરીદીમાં, તો યુવાનો આકાશચુંબી ચકડોળ અને રોમાંચક રાઇડ્સમાં ચિચિયારીઓ પાડીને આનંદ માણી રહ્યાં હતાં, બીજી તરફ મુખ્ય સ્ટેજ પર ચાલતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસંગીતના તાલે ભારે જનમેદની ઝૂમી ઊઠી હતી. ખાણી-પીણીના સ્ટોલ્સ પર પણ ચટકાપ્રેમીઓની લાંબી કતારો જોવા મળી હતી. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી નજારામાં પોરબંદરનું આખું મેડા મેદાન માનવમહેરામણથી છલકાઈ ગયું હતું.


comments powered by Disqus