સુરતઃ મફત વિદેશ પ્રવાસ, રહેવા-જમવાનો ખર્ચ કોઈ બીજું ભોગવે અને ઉપરથી ખિસ્સાખર્ચ માટે 300 અમેરિકન ડોલર મળે તો કોઈને પણ આવી ઓફર લોભામણી લાગે. વડોદરાના રાવપુરાના 50 વર્ષીય દંપતીને આ ઓફર ભારે પડી હતી. બેંગકોકથી અમદાવાદ પરત આવેલાં દંપતીની ટ્રોલી બેગથી 1928 ગ્રામ હાઇ ક્વોલિટી ગાંજો મળતાં કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, દંપતીની મુલાકાત સુરતના મહેશ વાજા સાથે થઈ હતી. તેણે દંપતીને થાઇલેન્ડની ફ્રી ટ્રીપની ઓફર કરી હતી. બદલામાં માત્ર થાઇલેન્ડથી પરત ફરતી વખતે એક ટ્રોલી બેગ સાથે લાવવાની હતી. તેણે ફ્લાઇટ ટિકિટ, હોટેલમાં રહેવા-જમવાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો અને અંગત ખર્ચ માટે 300 ડોલર આપ્યા હતા. દંપતી મુંબઈથી બેંગકોક પહોંચ્યું હતું. ત્યાં એક અજાણ્યો શખ્સ આવ્યો અને દંપતીની ટ્રોલી બેગ લઈ ગયો અને થોડા સમય બાદ પરત કરી હતી. તેણે બેગમાં ફોલ્સ લેયર બનાવી ગાંજાનાં પેકેટો છુપાવી દીધાં હતાં, જેની દંપતીને જાણ નહોતી. ભારત આવ્યા બાદ એરપોર્ટની બહાર બેગ એક અજાણી વ્યક્તિને સોંપવાની સૂચના પણ અપાઈ હતી.
દંપતીને જેલહવાલે કરાયું
કસ્ટમ્સે દંપતી પાસેથી ચાર મોબાઇલ ફોન અને 1928 ગ્રામ ગાંજો જપ્ત કરી ગુનો નોંધ્યો છે. બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે. સુરતના મહેશ વાજા સહિત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરાઈ છે.
સુરતઃ મફત વિદેશ પ્રવાસ, રહેવા-જમવાનો ખર્ચ કોઈ બીજું ભોગવે અને ઉપરથી ખિસ્સાખર્ચ માટે 300 અમેરિકન ડોલર મળે તો કોઈને પણ આવી ઓફર લોભામણી લાગે. વડોદરાના રાવપુરાના 50 વર્ષીય દંપતીને આ ઓફર ભારે પડી હતી. બેંગકોકથી અમદાવાદ પરત આવેલાં દંપતીની ટ્રોલી બેગથી 1928 ગ્રામ હાઇ ક્વોલિટી ગાંજો મળતાં કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે ધરપકડ કરી છે.તપાસમાં સામે આવ્યું છે કે, દંપતીની મુલાકાત સુરતના મહેશ વાજા સાથે થઈ હતી. તેણે દંપતીને થાઇલેન્ડની ફ્રી ટ્રીપની ઓફર કરી હતી. બદલામાં માત્ર થાઇલેન્ડથી પરત ફરતી વખતે એક ટ્રોલી બેગ સાથે લાવવાની હતી. તેણે ફ્લાઇટ ટિકિટ, હોટેલમાં રહેવા-જમવાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો અને અંગત ખર્ચ માટે 300 ડોલર આપ્યા હતા. દંપતી મુંબઈથી બેંગકોક પહોંચ્યું હતું. ત્યાં એક અજાણ્યો શખ્સ આવ્યો અને દંપતીની ટ્રોલી બેગ લઈ ગયો અને થોડા સમય બાદ પરત કરી હતી. તેણે બેગમાં ફોલ્સ લેયર બનાવી ગાંજાનાં પેકેટો છુપાવી દીધાં હતાં, જેની દંપતીને જાણ નહોતી. ભારત આવ્યા બાદ એરપોર્ટની બહાર બેગ એક અજાણી વ્યક્તિને સોંપવાની સૂચના પણ અપાઈ હતી.દંપતીને જેલહવાલે કરાયુંકસ્ટમ્સે દંપતી પાસેથી ચાર મોબાઇલ ફોન અને 1928 ગ્રામ ગાંજો જપ્ત કરી ગુનો નોંધ્યો છે. બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે. સુરતના મહેશ વાજા સહિત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરાઈ છે.
