મેળાની મજા માણ્યા પછી તળાવમાં નહાવા પડેલા 3 મિત્રનાં મોત

Wednesday 09th September 2026 07:13 EDT
 

કડી: કડીના સૂરજ ગામે જન્માષ્ટમીના મેળાની મજા બાદ રાત્રે તળાવમાં નહાવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. ત્રણેય મિત્રો મોડી રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં તળાવમાં એક મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પોલીસ અને ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી અંધારામાં ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સૂરજ ગામના અશ્વિન ઠાકોર તથા તેના મિત્રો નરેશ રાઠોડ અને શિવ શર્મા શુક્રવારે સૂરજ ગામે પહોંચ્યા હતા., જે બાદ તળાવમાં નહાવા પડતાં ત્રણેય મિત્રોના એકસાથે મોત થયાં હતાં.


comments powered by Disqus