વડોદરાઃ અકોટામાં 15 વર્ષથી દર્દીઓને એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતા ધો.10 પાસ બોગસ તબીબનો પર્દાફાશ થયો છે. LCB ઝોન-2ની ટીમે અકોટા ગાર્ડનની સામે આવેલી પ્રોમીલા ક્લિનિકમાં દરોડો પાડી માન્ય તબીબી ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર જ પ્રેક્ટિસ કરતા 45 વર્ષીય બિશ્વજિત પ્રફુલ્લા હાલદારને ઝડપી પાડ્યો છે. ક્લિનિકથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત રૂ. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
