મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ખરીફ વાવણીની તૈયારી તેજ બની છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મળીને અંદાજે 16.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 3.44 લાખ હેક્ટર, પાટણમાં 3.24 લાખ હેક્ટર અને વાવ-થરાદ વિસ્તારમાં 2.91 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થશે. મહેસાણામાં 2.81 લાખ હેક્ટર, સાબરકાંઠામાં 2.28 લાખ હેક્ટર અને અરવલ્લીમાં 1.98 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે. માત્ર બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ મળીને ઉત્તર ગુજરાતના કુલ વાવેતરના અડધોથી વધુ હિસ્સો ધરાવશે.
દરેક 4 હેક્ટર પૈકી એક હેક્ટર ઘાસચારા માટે ઉપયોગમાં લેવાશે. આમ કુલ 16.69 લાખ હેક્ટરના અંદાજિત વાવેતરમાંથી 4.11 લાખ હેક્ટર ઘાસચારા માટે ફાળવાશે. આ વર્ષે 3.23 લાખ હેક્ટરમાં દિવેલાનું વાવેતર થવાનો અંદાજ છે, બીજી તરફ મગફળીનું વાવેતર 2.60 લાખ હેક્ટરમાં થવાની સંભાવના છે.

