ઊંટનાં દૂધથી કચ્છના પશુપાલકોને મળી નવી ઓળખ અને આવક

Wednesday 10th June 2026 06:44 EDT
 
 

કોટડાઃ 1 જૂને ઊજવાતા વિશ્વ દૂધ દિવસ નિમિત્તે કચ્છમાં પરંપરાગત પશુપાલન સાથે સંકળાયેલા ઊંટનાં દૂધનું મહત્ત્વ ફરી એકવાર ઉજાગર થયું. કચ્છના રણ અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અનેક માલધારી પરિવારો ઊંટપાલન સાથે જોડાયેલા છે અને ઊંટનું દૂધ તેમના જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન બન્યું છે. ‘રણનું જહાજ’ તરીકે ઓળખાતું ઊંટ ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે પણ જીવન જીવી શકે છે, જેથી માલધારીઓ માટે તે અત્યંત ઉપયોગી પશુ ગણાય છે.
તાજેતરનાં વર્ષોમાં ઊંટનાં દૂધની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ડેરીઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ઊંટનું દૂધ એકત્રિત કરી તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરવામાં આવે છે. આરોગ્યપ્રદ ગુણધર્મોને કારણે શહેરોમાં પણ ઊંટના દૂધ અને તેની પ્રોડક્ટ ફ્લેવર્ડ મિલ્ક, આઇસક્રીમ, ચોકલેટ, દહીં, મિલ્ક પાઉડર અને હેલ્થ ડ્રિન્કની માગ વધી રહી છે. આમ ઊંટ પશુપાલકો માટે નવી ઓળખની સાથે કમાણીનંુ નવું સાધન બની રહ્યું છે.


comments powered by Disqus