કચ્છના 6 રસ્તાને ફોરલેન બનાવવા રૂ. 629 કરોડ મંજૂર

Wednesday 10th June 2026 06:12 EDT
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 રસ્તાઓને ફોરલેન બનાવવા રૂ. 629 કરોડની ફાળવણી કરી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોને રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી નેમ સાથે 6 માર્ગોને ફોરલેન કરવા નાણાં ફાળવાયાં છે. તેમાં મુન્દ્રા-લુણી-વડાલા રોડના 4.1 કિ.મી., દેશલપર સિરાચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા-ઝરપરા-કાંડગરા-ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નવી નાલ ગામના બાયપાસ રોડના 3.3 કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી.. અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડના 20 કિ.મી.નો સમાવેશ થાય છે.


comments powered by Disqus