ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા શનિવારે રાજયના નવા પોલીસ મહાનિદેશક (DGP) તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની નિમણૂક કરાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરતાં ગુજરાત પોલીસને નવા વડા મળ્યા છે. આ સાથે જ પાંચ મહિના સુધી ઇનચાર્જ ડીજીપી રહેલા ડો. કે લક્ષ્મી નારાયણ રાવ સુપરસીડ થયા છે. અલબત્ત તેઓ તેમનો મુખ્ય હવાલો સીઆઇડી ક્રાઈમ અને રેલવે તેમજ જેલ અને સુધારણા તેમની પાસે રહેશે. 1989 બેચના IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક લાંબા સમયથી પોલીસ અને સુરક્ષા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. તેમની ગણના અનુભવી અને વહીવટી કુશળતા ધરાવતા અધિકારી તરીકે થાય છે.

