ભાજપ છોડતાં જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી

Wednesday 10th June 2026 06:56 EDT
 
 

ચેન્નઈઃ તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ હાઇકમાન્ડ સાથે મતભેદ બાદ શુક્રવારે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર અન્નામલાઈએ કહ્યું કે, અમે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી રાજકીય પાર્ટી 2031ની વિધાનસભા ચૂંટણી લડશે. અન્નામલાઈએ 2 જૂને ભાજપથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ જણાવતાં લખ્યું કે, છેલ્લા 18 મહિનાથી હાઇકમાન્ડ સાથે તેમના મતભેદ ચાલી રહ્યા છે. હવે તેમના વિચારો એકસરખા રહ્યા નથી.


comments powered by Disqus