ભારતમાં ઈ-85 ફ્યૂઅલ લોન્ચ

Wednesday 10th June 2026 06:55 EDT
 
 

નવી દિલ્હીઃ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું ઈ-85 ફ્યૂઅલ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. ઈ-85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ.20 પ્રતિલિટર સસ્તું રહેશે. ઈ-85 પેટ્રોલ શરૂઆતમાં દેશભરના 48 પબ્લિક સેક્ટર પેટ્રોલપંપ પર ઉપલબ્ધ કરાવાયું છે. આ ફ્યૂઅલનો ઉપયોગ માત્ર લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે.


comments powered by Disqus