ભારતે પહેલીવાર બોર્ડર પર 12 પરમાણુ બોમ્બ તહેનાત કર્યા

Wednesday 10th June 2026 06:56 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયારો બોર્ડર પર તહેનાત કર્યાં છે. દેશનો પરમાણુ હથિયારોનો ભંડાર પણ 180 થી વધીને 190 થઈ ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના તાજેતરના અહેવાલમાં આ જણાવાયું છે.
અહેવાલમાં એ પણ જણાવાયું છે કે, 2025માં ભારતે એક પણ પરમાણુ હથિયાર તહેનાત કર્યાં નહોતાં, પરંતુ 2026માં 12 તહેનાત કર્યાં છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં કોઈ વધારો થયો નથી. તેમની પાસે હાલમાં 170 પરમાણુ હથિયારો છે. તેના કેટલાં હથિયારો તહેનાત છે તે સ્પષ્ટ નથી.
રશિયા-અમેરિકાની જેમ ભારત પોતાનાં પરમાણુ હથિયારોની ચોક્કસ સંખ્યા, ક્ષમતા અને નામ સત્તાવાર રીતે જાહેર કરતું નથી. SIPRI અને અન્ય સંસ્થાઓ ફક્ત અનુમાનના આધારે અહેવાલ બહાર પાડે છે.


comments powered by Disqus