શેત્રુંજય ડુંગર પર સિંહ યાત્રીની બેગ ખેંચી ગયો

Wednesday 10th June 2026 06:12 EDT
 
 

ભાવનગરઃ જૈનોની આસ્થાના કેન્દ્રસમાન પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ પર યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી ગંભીર પ્રશ્નો સર્જાયા છે. ગત 6 જૂને શેત્રુંજય ડુંગર પરથી એક યાત્રિકની બેગ સિંહ ઉઠાવી ગયો હતો. આ ઘટનાને પગલે ડુંગર પર હાજર યાત્રિકોમાં અફરાતફરી વ્યાપી હતી. જૈન અગ્રણીઓનું કહવું છે કે સિંહની મૂવમેન્ટ ધરાવતા આ વિસ્તારમાં સુરક્ષા વધારવી જોઈએ. અહીં માત્ર સિંહ જ નહીં લૂંટની ઘટનાઓની સાથે દેરાસરમાં ચોરીની ઘટના પણ બને છે, જેથી તંત્રએ સુરક્ષા વધારવી જોઈએ.


comments powered by Disqus