ગાંધીનગરઃ પીએમ સૂર્યઘર યોજનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. આમ નવી દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજી ધ્યાને લઈ 6.81 લાખ રૂફટોપ સોલાર લગાવ્યા છે, જ્યારે MNRE દ્વારા 1 મેથી 31 મે દરમિયાન ગુજરાતમાં 3.06 લાખ કરતાં વધુ ગ્રાહક અરજી મળી હતી, જે પૈકી 35 હજારથી વધુ રૂફટોપ સોલાર લગાવાયા છે. આમ ઊર્જામંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં સિદ્ધિ મેળવી છે.

