1 એપ્રિલથી 18 પ્રમાણપત્ર ઓનલાઈન મળશે

Tuesday 10th February 2026 16:10 EST
 
 

ગાંધીનગરઃ બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલથી 18 પ્રકારનાં પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી રહે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું કે, શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીમાં લાંબી લાઇનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલી પણ ભોગવવી પડતી હતી.


comments powered by Disqus