નવી દિલ્હીઃ અમેરિકાના ન્યાય વિભાગે જાહેર કરેલા દસ્તાવેજો મુજબ જેફરી એપસ્ટીનનો પ્રભાવ ભારતીય ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને રાજકારણીઓ સુધી પહોંચી ગયો હતો. આ દસ્તાવેજો દર્શાવે છે કે, એક સમયે ભારતના પ્રભાવશાળી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના 2017થી 2019 વચ્ચે જેફરી એપસ્ટીન વચ્ચે સંબંધો રહ્યા હતા. એપસ્ટીને અંબાણી કુટુંબ અંગેનાં પુસ્તકોનો ઓર્ડર પણ આપ્યો હતો.
અનિલ અંબાણીએ 2017માં એપસ્ટીન સાથે ટેક્સ્ટ મેસેજમાં જણાવ્યું હતું કે, ‘તમે કોનું સૂચન કરો છો?’ એપસ્ટીનનો જવાબ હતો, ‘એક લાંબી સ્વિડિશ, સોનેરીવાળવાળી મહિલા, જેથી તેની સાથેની મુલાકાત રોમાંચક નીવડે.’ અંબાણીએ 20 સેકન્ડમાં જ જવાબ આપ્યો કે તેની વ્યવસ્થા કરો.
દસ્તાવેજો મુજબ અંબાણી અને એપસ્ટીનના ટેક્સ્ટ મેસેજથી જણાય છે કે, તે વર્ષે તેઓ પેરિસમાં મળવાની વાત કરી રહ્યા હતા, પરંતુ તેઓ મળી શક્યા નહોતા. જાન્યુઆરી 2018માં દાવોસમાં WEFમાં તેમણે ટ્રમ્પની પ્રતિક્રિયા અંગે વાતચીત પણ કરી હતી. અંબાણીએ જણાવ્યું કે, તેમની મે 2019માં ન્યૂયોર્કમાં રહેવાની યોજના છે, તો એપસ્ટીને તેમને મળવા માટે આમંત્રણ આપ્યું. એપ્સટીને લખ્યું હતું કે જો તમે કેટલાક લોકોને ચૂપચાપ મળવા માગો છો તો બતાવો.

