ભુજ: વિશ્વના 149 દેશોમાં છેલ્લા 40 વર્ષથી ઓરી - રૂબેલાનું રસીકરણ WHO અને યુનિસેફના માધ્યમથી થતું આવ્યું છે. છતાં લખપત તાલુકાના હરોડા ગામે એકસાથે ઓરીના 4 કેસ નોંધાતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મેડિકલ કોલેજની રેપિડ એક્શન ટીમે દર્દીઓનાં સેમ્પલ લઈ ગાંધીનગરની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આ બાળ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરાયું હતું.

