ખેરગામના આદિવાસી યુવાને GSETમાં ઇતિહાસ રચ્યો

Tuesday 10th February 2026 15:08 EST
 
 

નવસારીઃ ખેરગામ- શામળા ફળિયાના હેમ નરેશભાઈ પટેલે રાજ્યસ્તરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) દ્વારા લેવાતી અને કોલેજમાં પ્રોફેસર બનવા માટેની ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટમાં લાઇફ સાયન્સ વિષયમાં 300માંથી 280 માર્ક લાવી ઇતિહાસ રચ્યો છે. આમ હેમે પોતાના પરિવાર, સમાજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. હેમે કોઈપણ કોચિંગ ક્લાસ વગર જાતે જ અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. ઘરની આર્થિક પરિસ્થિતિને ટેકો આપવા તે કોલેજમાં સેવા આપવા જતો હતો અને ખેતી પણ કરતો હતો.


comments powered by Disqus