સુરતઃ સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા છેલ્લા સાતેક દિવસોથી લક્ષ્મી ડાયમંડ જૂથ તેમજ અન્ય ધંધા સાથે સંકળાયેલા ગ્રૂપ તેમજ ફાઇનાન્સરને ત્યાં હાથ ધરેલી તપાસમાં રૂા.1900 કરોડના બેનામી વ્યવહારો અધિકારીઓએ શોધી કાઢ્યા છે. રહેણાક અને ધંધાકીય સ્થળોથી થોકબંધ દસ્તાવેજો તેમજ ડિજિટલ ડેટા કબજે લેવાયા છે. સર્ચ દરમિયાન 30થી વધુ બેન્ક લોકરો મળી આવ્યાં છે, જ્યારે રૂ. 30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાયાં છે.
