ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર દુબઈથી ઝડપાયો

Tuesday 10th February 2026 16:14 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ ઠાલવવાનું નેટવર્ક દુબઈથી ચલાવતો રાજસ્થાનનો બુટલેગર અનિલ પાંડ્યા આખરે દુબઈથી ઝડપાયો છે. અનિલ  પર ગુજરાતમાં દારૂના બે ડઝન અને રાજસ્થાનમાં હત્યા, ખંડણી સહિતના 50થી વધુ ગુના નોંધાયેલા છે. ડીજીપી સ્કવોડ  તેને દુબઈથી પ્રત્યાર્પણ સંધિથી લાવી ઊંડી તપાસ કરશે. સૌથી મોટા બુટલેગરનું ગુજરાતમાં દારૂનું નેટવર્ક તૂટવાની આશા જાગી છે. સિકરના રૂપનગરનો વતની અનિલ પંડ્યા ઉર્ફે જગદીશ પ્રસાદ જાટ દુબઈમાં બેઠાં-બેઠાં ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ ઠાલવતો હતો. 


comments powered by Disqus