જામનગરમાં સાઉથ કોરિયન એરફોર્સનાં વિમાનોનું લેન્ડિંગ

Tuesday 10th February 2026 15:09 EST
 
 

જામનગરઃ એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ કોરિયાની વાયુસેનાના વિમાનોએ સુરક્ષિત લેન્ડિંગ કરીને આંતરરાષ્ટ્રીય સૈન્ય મૈત્રીની પરંપરાને જીવંત રાખી છે. સાઉદી અરેબિયામાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો-2026માં સહભાગી થઈને પરત ફરી રહેલા આ સૈન્ય દળને ભારતીય વાયુસેના દ્વારા જામનગર રનવે પર ઉતરાણ કરવા સહિતની તમામ ટેકનિકલ સહાય અને મંજૂરી પૂરી પાડવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના 9-T 50 B ફાઇટર પ્લેન અને 1C-130 ટ્રાન્સપોર્ટ વિમાનનું જામનગર ખાતે આગમન થતાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદેશી વાયુસેનાના આ કાફલા માટે જામનગર એરપોર્ટ પર જ સીમાશુલ્ક અને ઇમિગ્રેશનની પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવામાં આવી હતી.


comments powered by Disqus