ડીસામાં 4500 એકરમાં ઉત્તર ગુજરાતના પ્રથમ એરપોર્ટને મંજૂરી

Tuesday 10th February 2026 15:40 EST
 

ગાંધીનગર: ઉત્તર ગુજરાતની છેલ્લા ઘણા સમયથી પડતર માગણીને કેન્દ્ર સરકારે સ્વીકારી છે અને ડીસામાં ઉત્તર ગુજરાતના સૌપ્રથમ સિવિલ એરપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. ડીસા ખાતેના એરફોર્સ સ્ટેશનને સિવિલ એરપોર્ટ તરીકે પણ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ એરપોર્ટ સિવિલ એરપોર્ટ અને એરફોર્સ સ્ટેશન એમ બંને રીતે ઉપયોગમાં લેવાશે. આ એરપોર્ટ 4500 એકર જમીનમાં ફેલાયેલું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે 100 એકરમાં ટર્મિનલ બનાવવામાં આવશે. આ મુદ્દે ગુજરાત સરકારના કમિશનર ઓફ સિવિલ એવિએશન કે.એલ. બચાણીએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ઉત્તર ગુજરાતમાં વેપારનું કેન્દ્ર ગણાતા ડીસામાં એરપોર્ટને મંજૂરી મળી છે. ડીસામાં આવેલા એરફોર્સ સ્ટેશનમાં જ સિવિલ એરપોર્ટ કાર્યાન્વિત થશે. આ એરપોર્ટ એરફોર્સ, આર્મી માટે પણ ઉપયોગમાં લેવાશે અને સિવિલ એવિએશન માટે પણ ઉપયોગમાં લેવાશે. આમ તો લશ્કરી હેતુ માટે વપરાતું એરફોર્સ સ્ટેશન ડીસા શહેરથી 18 કિ.મી. દૂર હોવાથી તેને સિવિલ એવિએશન માટે પણ વાપરવા માટે મંજૂરી આપી છે.


comments powered by Disqus