પાકિસ્તાનની જેલમાં ઊનાના માછીમારનું મોત

Tuesday 10th February 2026 15:09 EST
 
 

અમરેલી: ઊનાના ચીખલી ગામનો માછીમાર ભગાભાઈ પરબતભાઈ બાંભણિયાની વર્ષ 2022માં સરહદ ભંગના ગુનામાં પાકિસ્તાન મરિન સિક્યોરિટીએ ધરપકડ કરી હતી. ભગાભાઈને પાકિસ્તાન જેલમાં રખાયો હતો, જેનું મોત થઈ ગયું. 2022માં પકડયા બાદ હવે તેનો મૃતદેહ તેના વતન પરત મોકલવામાં આવશે. પરિવારે અનેક વખત સરકારમાં રજૂઆત કરી પણ પરિણામ આવ્યું નહીં. હજુ ચીખલીના 4 માછીમાર પાકિસ્તાન જેલમાં છે. ભગાભાઈનું મોત થતાં તેમનાં માતા અને પત્ની, સંતાનો નોંધારા થયાં છે.


comments powered by Disqus