નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરાઈ હતી, જેમાં કથિત રીતે ખોટી રીતે નામ સામેલ કરવાનો આક્ષેપ છે. આ અરજીના જવાબમાં સોનિયાએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું કે, તેમની વિરુદ્ધની અરજી રાજકીય રીતે પ્રેરિત છે. રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે, નાગરિકતા સાથે જોડાયેલા મામલા માત્ર કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે, જ્યારે મતદાર યાદી અથવા ચૂંટણી વિવાદને લગતો કોઈ પણ મામલો માત્ર ચૂંટણીપંચ જ જોઈ શકે છે. અરજી મુજબ સોનિયા ગાંધીએ 30 એપ્રિલ, 1983ના રોજ ભારતીય નાગરિકતા મેળવી હતી, પરંતુ કથિત રીતે તેમનું નામ 1980ની નવી દિલ્હીની મતદાર યાદીમાં હતું.

