મેક્રો-મોદીની મુલાકાત અગાઉ 114 રાફેલના સોદા માટે મહત્ત્વની બેઠક

Tuesday 10th February 2026 15:56 EST
 
 

નવી દિલ્હીઃ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મેક્રો 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે તે પહેલાં સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લઈ શકાય છે. મૈંક્રો આમ તો એઆઇ સમિટમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે, પરંતુ તેમની વડાપ્રધાન સાથે મુલાકાત થાય તે પહેલાં રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)ની બેઠક મળી શકે છે. આ બેઠકમાં સૌથી અગત્યનો પ્રસ્તાવ 114 રાફેલ ફાઇટર જેટ વિમાનની ખરીદી સાથે જોડાયેલો છે.
આ સંપૂર્ણ ડીલ પાછળ લગભગ રૂ. 3.25 લાખ કરોડ ખર્ચ કરાશે. નોંધનીય છે કે હાલમાં ભારતીય વાયુસેના પાસે માત્ર 30 ફાઇટર સ્ક્વોડ્રન છે, જ્યારે મંજૂર કરાયેલા પ્લેનની સંખ્યા 42 સ્ક્વોડ્રનની છે. બીજી તરફ પાક. અને ચીનનો ભય વધી રહ્યો છે, તથા પાકિસ્તાન અમને બાંગ્લાદેશ વચ્ચેની નિકટતા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. રાફેલ વિમાનથી ભારતની હવાઈ તેમજ સમુદ્રી સુરક્ષા વધશે.


comments powered by Disqus