સુરતઃ સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગતવર્ષની સરખામણીમાં સોના અને ચાંદીના ભાવ ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય, પરંતુ સુરતમાં ઊલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોના-ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયુ છે. ગતવર્ષે જ્યાં રૂ. 70 કરોડના સોનાનું વેચાણ થયું હતું, ત્યાં આ વખતે 2025માં 160 કરોડથી વધુનું વેચાણ થયું છે. જીએસટી વિભાગને આ વેચાણ પર ટેક્સ પણ રૂ. 48 કરોડથી વધુનો મળ્યો છે. ગતવર્ષે સોનાનો સરેરાશ ભાવ રૂ. 79 હજાર હતો, જે આજે રૂ. 1.63 લાખ છે.
શહેરમાં 200થી વધુ વેપારી જીએસટીના જે એચએસએન કોડમાં સોના-ચાંદી અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેની સંખ્યા 200થી વધુ છે. આ ઉપરાંત જિલ્લામાં પણ 70થી વધુ વેપારીઓ છે. અાધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોના-ચાંદીના વેપારીઓએ જે વેચાણ થાય તેના પર 3 ટકા ટેક્સ ભરવાનો હોય છે, એટલે કે ફાઇનલ બિલ પર લોકો પાસેથી 3 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. વર્ષ રૂ. 85 કરોડથી વધુનુ વેચાણ હતું, જેના પર રૂ. 25 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં તેમાં રૂ. 160 કરોડથી વધુનું વેચાણ થયું છે, જેના પર રૂ. 48 કરોડ જેટલો ટેક્સ આવ્યો છે.

