નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પરથી હટાવવા માટે વિપક્ષી દળો પ્રસ્તાવ લા વ વા ની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના મતે, બંધારણની કલમ 94-સી હેઠળ આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં 103 સાંસદો તેના પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને બોલવાની મંજૂરી ન આપવા અને 8 સાંસદોના સસ્પેન્શનને લઈને સાંસદો નારાજ છે.

