સમસ્ત કેલૈયા-ભટ્ટ સમાજ દ્વારા બ્રહ્માણી માતાનો પાટોત્સવ યોજાયો

Tuesday 10th February 2026 15:39 EST
 
 

અંજારઃ ભુવડ ગામે ભુવડિયા કેલૈયા પરિવાર દ્વારા 41મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત સવારે ધ્વજવંદન, માતાજીની આરતી, મહાયજ્ઞ, મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
સંસ્થાના પ્રમુખ મહેશભાઈ ભટ્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સ્વ. નરેન્દ્ર શંકરલાલ કેલૈયા અને અનિલભાઈ શંકરલાલ ભટ્ટ પરિવારના જિજ્ઞેશભાઈ અને અમિતભાઈના આર્થિક સહયોગથી એક વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવ્યું. કાર્યક્રમ પાછળ સમાજના અગ્રણી બિપીનભાઈ, રમેશભાઈ, રવિભાઈ, સતિષભાઈ, જિગરભાઈ, ધ્રુવભાઈ, હેમુભાઈ, સમીરભાઈ ભટ્ટ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


comments powered by Disqus