સાણંદના ફાર્મમાં દારૂની મહેફિલઃ 81 યુવક-યુવતી ઝડપાયાં

Tuesday 10th February 2026 15:09 EST
 
 

અમદાવાદઃ સાણંદના ગોરજ ગામ પાસેના ફાર્મહાઉસમાં સાણંદ પોલીસે હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા પાર્ટી પર દરોડો પાડીને દારૂ પીધેલી હાલતમાં 38 મહિલા સહિત 81 લોકોને ઝડપી લીધાં છે. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો, હુક્કા અને લક્ઝરી કાર સહિત રૂ. 2.91 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. મુંબઈમાં રહેતા યુવકે સનાથલ પાસે રહેતા તેના સાઢુ એવા વેપારીની 25મી મેરેજ એનિવર્સરી નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યુ હતું.


comments powered by Disqus