સ્ટાર્ટઅપ માટે લાંચ માગનારો CGST ઇન્સ્પેક્ટર ઝડપાયો

Tuesday 10th February 2026 15:09 EST
 
 

રાજકોટઃ એક તરફ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર મોટીમોટી જાહેરાતો કરે છે. બીજી તરફ સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ પાસે લાંચ માગવામાં આવે છે. સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાન પાસે રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવે રૂ. 5 હજારની લાંચ માગી હતી, જેને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. રાજકોટના યુવાને ભાગીદારીમાં બિક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની ખોલી હતી. જેથી રેસકોર્સ રિંગ રોડસ્થિત સીજીએસટી કચેરીના ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવ વેરિફિકેશન માટે પહોચ્યા હતા, જે અંગેનો ફાઇનલ રિપોર્ટ આપવા માટે તેણે રૂ. 5 હજારની લાંચ માગી હતી.


comments powered by Disqus