વડોદરાઃ શહેરના બરાનપુરા વિસ્તારની સ્કૂલમાં વર્ષ 2018માં ધોરણ-9ના વિદ્યાર્થીની સિનિયર વિદ્યાર્થીએ છરીના 30 ઘા મારીને હત્યા કરી હતી. આ કેસમાં વડોદરા ચિલ્ડ્રન કોર્ટે આરોપી વિદ્યાર્થીને આજીવન કેદની સજા સાથેે રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. શિક્ષકે ઠપકો આપતાં ધોરણ-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવવા ધોરણ-9ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. વડોદરા શહેરના બરાનપુરાની શાળામાં 22 જૂન 2018એ દેવ ભગવાનદાસ તડવીએ ધોરણ-9માં એડમિશન લીધું હતું. એડમિશનના બે દિવસ બાદ જ શાળાના શૌચાલયમાં ધો-10માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીએ દેવને ઉપરાછાપરી ચાકુના 30 ઘા માર્યા હતા અને તેની હત્યા કરી હતી.

