ઊંઝાઃ ઉનાવા હાઇવે પાસે આવેલા ખોડિયાર એસ્ટેટના ગોડાઉનથી રૂ. 3.02 કરોડના જીરાની ચોરી થઈ ગઈ. જો કે મહેસાણા લોકલ ક્રાઇમબ્રાન્ચે આ ચોરી કરનારા હાઇકોર્ટના વકીલ અને દિલ્હીના ડુપ્લિકેટ ચાવી બનાવનારાને ઝડપી પાડ્યા છે. ઉનાવામાં ગત 12 ડિસેમ્બરેથી 2 જાન્યુઆરી દરમિયાન વેપારી રિતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસથી હજારો કિલો જીરાની બોરીની ચોરી કરાઈ હતી. આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર દિલ્હીના ઇમરાન જમીલ અને હાઇકોર્ટના વકીલ મોહંમદ ઈકરામ મેમણ હતા. વકીલ મોહંમદ ઇકરામે ચોરીનું રૂ. 1 કરોડનુંુ જીરું વેચી દીધું હતું.
