અનિલ અંબાણીની રિલાયન્સ પાવર પર EDના દરોડા

Wednesday 11th March 2026 06:44 EDT
 
 

મની લોન્ડરિંગ કેસમાં તેમજ બેન્ક લોનો ચૂકવવામાં ડીફોલ્ટર જાહેર થયેલા અનિલ અંબાણીનાં નિવાસ તેમજ રિલાયન્સ પાવર કંપનીની ઓફિસો પર શુક્રવારે ઈડી દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે.

• ધરાલીમાં હીમશિલા તૂટતાં આફત આવી હતીઃ ગતવર્ષે 5 ઓગસ્ટે ઉત્તરાખંડના ધરાલીમાં વિનાશ વાદળ ફાટતાં નહીં, પરંતુ હીમશિલા તૂટતાં બની હતી. ઇસરોના સંશોધન મુજબ શ્રીકાંઠા ગ્લેશિયર ક્ષેત્રથી બરફની શિલા તૂટતાં વિનાશ સર્જાયો હતો. આ અકસ્માતમાં 5નાં મોત, જ્યારે 100 લોકો ગુમ થયા હતા.

• અસમમાં સુખોઈ ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલટ શહીદઃ આસામમાં ફાઈટર જેટ સુખોઈ-30 એમકેઆઈ ક્રેશ થતાં બંને પાઇલટ સ્ક્વોડ્રન લીડર અનુજ વશિષ્ઠ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ શહીદ થયા હતા. ગુરુવારે રાત્રે જોરહાટ એર બેઝ પરથી તાલીમ ઉડાન ભર્યા બાદ જેટ રડારથી ગાયબ થયું હતું.

• કર્ણાટક-આંધ્રમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધઃ કર્ણાટક અને આંધ્રપ્રદેશ શુક્રવારે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર ઔપચારિક પ્રતિબંધની જાહેરાત કરનાર પહેલા બે ભારતીય રાજ્ય બન્યા હતા. આંધ્રમાં 90 દિવસમાં આ નિયમ આવશે.

• નક્સલીઓનું ‘બ્રેઇન’ ગણપતિની ધરપકડઃ નક્સલીઓનું બ્રેઇન કહેવાતા ગણપતિની પોલીસે નેપાળથી ધરપકડ કરી છે. પોલીસને મળેલી સફળતાને પગલે નક્સલીઓને મોટો આંચકો લાગ્યો છે. આ સાથે નક્લસવાદીઓનું વધુ એક જૂથ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે તેવી સંભાવના છે.

• મોદીના યુ-ટ્યૂબ પર 3 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સઃ વડાપ્રધાન મોદીએ યુૃ-ટ્યૂબ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ડિજિટલ અગ્રણીના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા વડાપ્રધાન મોદીએ હવે યુ-ટ્યૂબ પર 30 મિલિયન (3 કરોડ) સબસ્ક્રાઇબર્સનો માઇલસ્ટોન પાર કરી લીધો છે.


comments powered by Disqus