આણંદઃ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની 86 ગેરકાયદે દુકાનો દૂર કરવામાં આવી હતી. આણંદ શહેરમાં એસ્ટેટ વિભાગ દ્વારા જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલ અંદાજિત 5,428 ચોરસ મીટરના મનપાના પ્લોટમાં કાચાં-પાકાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
