ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન

Wednesday 11th March 2026 06:00 EDT
 
 

અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર બજેટ સત્રના છેલ્લા દિવસ સુધી વિધાનસભામાં હાજર રહ્યા હતા. પરમારના અવસાનને પગલે ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે.
બજેટ /સત્રના છેલ્લા દિવસે તાવ-શરદીની ફરિયાદ બાદ તેમને આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. આ સમાચારને પગલે ભાજપના મોવડીઓ ઉમરેઠ પહોંચ્યા હતા.


comments powered by Disqus